મારી તરસ
મારી તરસ


મારી તરસની તમે કદી વાત જ પુછોમાં,
તમે મૃગજળ ભરેલું પાત્ર લાવી નહિ શકો,
હાર તો મેં પ્રથમ જ સ્વીકારી લીધી છે,
યુધ્ધમાં તમે મારી સાથે ફાવી નહિ શકો,
દામન મારું પૂરેપૂરું ખરડાયેલું છે અહીં,
નવો દાગ તો તમે લગાવી જ નહીં શકો,
મુજ પર્ણો ને શાખાઓ કાપીને થાકી જશો,
મને જળમૂળ થી કદીયે વાઢી નહીં શકો,
મારા શબ્દોમાં ખોટા અટવાયા ના કરો,
મારી ગઝલને તમે પૂરી નહી કરી શકો,
વૈદ્ય ને હકીમોને એની જ ચિંતા કરવા દો,
મારા દર્દનું નિદાન તમે કરી નહિ શકો,
"પરમ" પથ ઉપર ચાલતા પહેલા ચેતજો,
તમે મારી જેમ "પાગલ" જ નહીં થઇ શકો.