પાગલપનનો ઉપાય
પાગલપનનો ઉપાય
1 min
9.0K
તારા હર ગીત ગઝલનાં બે શબ્દો વચ્ચે
મારા હર સવાલનો જવાબ મળી ગયો
જજબાતો મૂકી દીધા છે દાવમાં અમે
જીતવાનો મને ઉપાય હવે મળી ગયો
શ્વાસશ્વાસમાં સ્મરણ અવિરત તારું
મને જીવવાનો ઉપાય હવે મળી ગયો
વગર મૈખાને નશો છવાયેલો રહે કાયમ
એવો એક શરાબી ઉપાય હવે મળી ગયો
ભલે રણના મૃગજળ હોય તારી આંખમાં
તરસ છીપવાનો ઉપાય હવે મળી ગયો
એક "પરમ" ભીનાશ આવી પાંપણે મારી
"પાગલ"પનનો ઉપાય હવે મળી ગયો