વાંસળીઓ વિરહની
વાંસળીઓ વિરહની
હવે સ્પંદનોની ભરતી ટાંણે જ તૂટ્યા કિનારા,
એક જ આંચકે મનનાં સઘળા તૂટ્યા મિનારા,
અંતર આકાશે ઘેરાયા વાદળ અચાનક વિયોગના,
અદ્રશ્ય થયા મનના ચમકતા સ્વપ્નના સિતારા,
એક સંગીત સભા સંવેદનાઓની થઈ બરખાસ્ત,
સૂર સાતેય રિસાયા ને બેસૂરા થયા શ્વાસના એકતારા,
હજારો વાંસળીઓ વિરહની ગૂંજી ઉઠી અચાનક,
આવીને સાંભળ કેમ ખામોશ થયા રૂદિયાના ધબકારા,
કોણ જાણે કેટલાં જન્મોનો આ "પરમ" ઈન્તજાર,
એકદમ સ્થિર થયા પલકોના "પાગલ" પલકારા.