દયા...
દયા...
કોઈની મજબૂરી જાણી,
અહેસાનનું ધીંગાણું કરી,
દયાનું તું એને નામ ન આપ,
ઘડી ભરની લાચારી માટે,
બે પળની ખુશી જતાવી,
આજીવન એને સજા ના આપ,
એના કરમ નું એને મળશે,
પાપ હશે તો એય ભોગવશે,
નિર્ણાયક બની તું નિર્ણય ના આપ,
મનેખ છે મનેખ જ રહે,
કરી ગતકડાં ભાગ્ય બદલવાના,
પોતાને જ તું ઈશનું નામ ના આપ!