The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

MILAN LAD

Tragedy

3  

MILAN LAD

Tragedy

આમ જીદ ના કરે

આમ જીદ ના કરે

1 min
541


ચાલ હવે, રાતોના એ ઉજાગરા ફરી તને હેરાન ના કરે !

કે મારા એ મેસેજ જવાબ આપવા તને મજબૂર ના કરે.


જાઉં છું કહીને તમે તો હવે ઉડી ગયા આજ ડાળથી !

નિર્ણય તારો હતો, દિલને કહી દે હવે અફસોસ ના કરે.


જાણતાં હતાં પહેલેથી તો અત્યારે આ પગલું શું કામ ?

વિચારું છું ક્ષણિક, શું મારું કોઈ મંતવ્ય અસર ના કરે ?


ના, ના દોષ શું દેવો હવે કોઈને ! થઈ ગયું એ થઈ ગયું !

વધી ગયા આગળ તમે, તો હવે મારી ફિકર શું કામ કરે ?


હાં ! થોડું નારાજ થયું દિલ, અપેક્ષાઓ જો હતી એને,

પણ મનાવી લઈશ, આમ પારકી વસ્તુ માટે જીદ ન કરે.


Rate this content
Log in