પંચાત
પંચાત
મેં કહ્યું આ તો પ્રેમની વાત છે,
એને કહ્યું આ તો સૌથી મોટી ઘાત છે,
મેં કહ્યું અમર રહેશે આપણો પ્રેમ,
પણ વચ્ચે આવે આપણી નાત છે,
વાયદો કરતા હતા લોકો મદદ કરશે,
પણ અંતે તો એમણે પણ મારી લાત છે,
લગ્ન માટે તો માની જશે પરીવાર પણ,
સમાજના મોભીઓની અલગ જ પંચાત છે,
"સરવાણી" આ વાતોનો કોઈ મતલબ નથી,
અહીં સૌ સમય આવતા બતાવે જાત છે.

