STORYMIRROR

Isha Kantharia

Romance

4  

Isha Kantharia

Romance

વેદના

વેદના

1 min
266

મારી ઉપર પ્રેમ ભરી એક નજર તો કર,

નથી જોઈતું કાંઈ પણ થોડી કદર તો કર.


દુઃખ તો તું આપતો રહે છે પણ ક્યારેક,

સુખ આપીને એ દુઃખને સરભર તો કર.


પરીવાર કરતા તો મોબાઈલ વ્હાલો છે,

પણ ક્યારેક અમને પ્રેમમાં તરબતર તો કર.


યંત્રની જેમ જ આપણો સંબંધ ચાલે છે,

ક્યારેક પ્રેમનું તેલ રેડી એને નવતર તો કર.


"સરવાણી" લગ્નના વર્ષો પછી પણ નથી થતી વાતચીત,

પણ કોઈવાર મારી સાથે વાત એક પ્રહર તો કર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance