STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

નૉરા

નૉરા

1 min
128

બેઠો છું એ જ પથ્થર પર,

જ્યાં બેસી તું પલાળતી પગ ગોરા ગોરા,

ને હું કહેતો હંમેશા તને,

ભારે થશે લપસી તો, કર ના મસ્તી 'નૉરા' નોરા,


ઝરણું એજ,પથ્થર એ જ,

વહી ગયો સમય, છોડી સ્મૃતિનાં ફોરાં ફોરાં,

શાંત ઝરણે ફેંકી પાણાં,

છબી બનાઉં, કાં તમે લાગો ભીનાં ભીનાં,


મલકાઈ વહી ગઈ છબી,

નયનોમાં ઝળઝળિયા પણ હોઠ કોરા કોરા,

સામે કાંઠે અથડાઈ પાણે,

ઉછળતી છોળો કહેતી 'આવજે' મારા છોરા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance