છોડી દીધું : 52wkpm ed7-26,Aug 24
છોડી દીધું : 52wkpm ed7-26,Aug 24
એક બે વાર સમજાવી એને,
જો નથી તૈયાર ...* છોડી દીધું *
બાળકો નિર્ણયો જાતે લે છે ,
કહેવાનું બંધ બસ...* છોડી દીધું *
આવર્તન જીવનમાં મેળ ખાતો નથી,
કોઈ સાથે જોડાવાતું નથી... * છોડી દીધું *
આ ઉંમરે કોઈ ટીકા તો કરે જ,
નારાજ નથી હું...* છોડી દીધું *
જ્યારે મારા હાથમાં કંઈ નથી,
ભવિષ્યની ચિંતા બંધ.... * છોડી દીધું *
આકાંક્ષા ને ક્ષમતા વચ્ચે અંતર વધતાં,
અપેક્ષાઓ બંધ ..... * છોડી દીધું *
જીવનની ગુણવત્તા અલગ-અલગ સૌની,
સરખામણી બંધ.... * છોડી દીધું *
અનુભવનો ખજાનો છે, તો નથી એની,
ગણતરી કરવાનું બંધ... * છોડી દીધું *
* છોડી દો...* અદ્ભુત છે તેનું મૂલ્ય જાણો,
જીવનમાં દુઃખ સહન કરવું પડશે નહીં !
