STORYMIRROR

Parag Pandya

Tragedy Inspirational

3  

Parag Pandya

Tragedy Inspirational

એવું કેમ ? 52wkpm ed7-2,Sept 24

એવું કેમ ? 52wkpm ed7-2,Sept 24

1 min
7

એવું કેમ ? મારા ગયા પછી જ કહેશે સમાજ,

ખોટું થયું બહુ સજ્જન માણસ હતા- ગયા;


એવું કેમ ? ચાર જણનાં કાંધે ચડ્યા પછી બોલી,

થોડું વધું રોકાયો હોત તો એકવાર મળી લેતને;


એવું કેમ ? જીવનભર રંગીન કપડા બદલતો રહ્યો,

આ લોકો કાં બેરંગ સફેદીમાં લપેટી લઈ ચાલ્યા મને;


એવું કેમ ? જેમણે કદી ટેકો ન આપ્યો જીવનમાં,

આજે કેટલાં ઉતાવળા છે જનાજાને ખભો આપવા;


એવું કેમ ? જેમની પાસે મારે માટે એક ક્ષણ પણ નો'તી,

આજે હું સળગીને રાખ થઈ ગયો ત્યાં સુધી રોકાઈ ગયા;


એવું કેમ ? આયખું આખું કડવા વેણ બોલતા બધાં,

કેવાં મીઠાં બોલ બોલી મને વિસરાતો સૂર બનાવે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy