કહેવું હતું એ કહી ના શક્યો હું
કહેવું હતું એ કહી ના શક્યો હું
1 min
27.1K
કહેવું હતું એ કહી ના શક્યો હું,
સમયના વહેણે વહી ના શક્યો હું.
સહન થઈ ગયા છે પરાયાના જખ્મો,
હતાં ઘાવ અંગત સહી ના શક્યો હું.
ભટકતો રહ્યો દરબદર હું હંમેશાં,
ફકત એનાં દિલમાં વસી ના શક્યો હું.
કદી આવકારો કદી અવગણો છો,
હતો શું ઈરાદો કળી ના શક્યો હું.
વમળ થઈને વહેતો રહ્યો છું સદા હું,
લહર થઈ કિનારે મળી ના શક્યો હું.
