STORYMIRROR

Nishit Soni

Others

3  

Nishit Soni

Others

વાસંતી વાયરા

વાસંતી વાયરા

1 min
26.1K


વાસંતીવાયરાએ વહેતી કરીછે એ વાત

આવશે અષાઢને વરસસે વાદળી

આંખો જુવે છે એની વાટ.


ચૈત્રી ઉનાળાઓ આંખોમાં લવકે

ને પીળા ગરમળાઓ શ્વાસોમાં મહેકે

હૈયે ઘૂમે છે આ કેવો તલસાટ

આંખો જુવે છે એની વાટ.


પાંગળા છે ટેરવાંને આંધળૉ છે સ્પર્શ

એક એક દી જાણે લાગે છે વર્ષ

જાણે તારાથી છેટી મારી જાત

આંખો જુવે છે એની વાટ.


આ ઢળતો સૂરજને આ ઉગતી છે સંધ્યા

ભીની આંખોને એમાં મબલખ શમણા

હવે કેમેય વીતશે નહીં મારી આ રાત

આંખો જુવે છે એની વાટ.


Rate this content
Log in