વિલીન
વિલીન
આ શ્વાસ નામનો
બરફ
ધીમે ધીમે
પીગળી રહ્યો છે.
અંતરની એકલતાનો
ધોમ ધખતો સૂરજ
ઢળી રહ્યો છે.
તારા વિરહનો
અભિશાપ ક્ષીણ
થઈ રહ્યો છે.
જીવનનાં પાને
વિસરાયેલી વાતો
ધીમે ધીમે લઇ જઇ
રહી છે
મૃત્યુનાં આગોશમા,
ને હુ
વિલીન થઈ રહ્યો છું.

