STORYMIRROR

Darshita Jani

Romance

4  

Darshita Jani

Romance

ચાહ્યા કરુ

ચાહ્યા કરુ

1 min
27.6K


રોજ તુ દુર જવાનુ કોઇ કારણ શોધે,

હું કોઇ ને કોઇ બહાને સતત તને રોક્યા કરુ


તુ રાત ની શાંતિ મહાલવા ટેવાયેલો,

હું બસ એમ જ તારા નામ નું રટણ કર્યા કરુ


શબ્દો ના જાળ થી તું રોજ મને સમજાવે,

બદામી આંખો ને તારી હું નાસમજ બની તાક્યા કરુ


પથ્થર બની તુ રોજ ફરી અકળાય,

પાણી ની ધાર બની તોડવા તને હું મથ્યા કરુ


ગુસ્સ‍ા ને ડર થી તુ રોજ મને વિખેરે,

આશા ની ઇંટ છતા હું એક પછી એક ગોઠવ્યા કરુ


જ્યોત બની હંમેશા તુ અરમાન મારા દઝાડે,

મીણ બની ને નખશીખ હું એમજ પિગળ્યા કરુ


રસ્તે જોતા પણ તુ મને ચેહરો ફેરવી જાય,

તારી એક ઝલક જોવા ને હું મહિનાઓ તરસ્યા કરુ


તારા વિના ની સવાર ની તુ આદત મને લગાવે,

છતાં તારી એક સાંજ ની રોજ પ્રતિક્ષા હું કર્યા કરુ


સાથે જીવેલી એ એક એક પળ તું વિસરી જાય,

એ યાદો ને હું આપણી રોજ એમ જ શણગાર્યા કરુ


ઇનકાર થી તારા ભલે તું રોજ મને પછાડે,

છતાં પાગલ બની હું પ્રેમ ના આકાશે ઉડ્યા કરુ


તાર‍‍ા નામ પર બસ જીવ્યા કરુ,એમ જ તને ચાહ્યા કરુ


Rate this content
Log in

Similar gujarati poem from Romance