STORYMIRROR

Namrata Amin

Romance Others

4  

Namrata Amin

Romance Others

કોઇ આવશે

કોઇ આવશે

1 min
27.5K


કાલે સાંજે મારી તનહાઇઓ સાથે ગુફ્તેગુ કરતી એકલી હું,

આંખોમાં ખામોશી આંજી બેઠી હતી કોઇની યાદમાં,

 

ત્યારે જુઇની વેલે અચાનક મને બોલાવી, અને

મને કાનમાં નાનકડા મસ્તીખોર ફુલે કહ્યું કે,

કદાચ કોઇ આવશે,


એક્દમ મારી સાંજ સોનેરી થઇ ગઇ અને હું ગુલાબી,

મે સુરજ સામે જોયુ, એણૅ જતાજતા છેલ્લા સ્મિત સાથે કહ્યું

કદાચ કોઇ આવશે,     

                               

બારીમાંથી અંદર આવ્યું એક નાનકડું પતંગીયુ,

મને કાનમાં ધીમેધીમે શરમાતા શરમાતા કહી ગયુ

કોઇની સુવાસ આવી રહી છે,


મેં મારા દિલની દુનિયામાં જરા ડોકિયું કરીને જોયુ,

તો ધડકનોએ હસતા હસતા મારા કાન મરોડી પુછ્યું,

"કોઇ આવે છે કે શું?"

હું દોડીને સાજ સજી તૈયાર થઇ આયના સામે ગઇ,

તો મારા જ પડછાયાએ શરારતી લહેકા સાથે પુછી લિધું,

"અલી, કોણ આવે છે?"

પછી મેં આખી સાંજ અને રાત તમારી ખુબ રાહ જોઇ,

તમારી યાદોને બોલાવી જોરદાર મહેફિલ જમાવી,

પણ તમે ન આવ્યા.....

 

પછી વિચાર્યુ, સારુ થયુ કે તમે ન આવ્યા,

તમે તો આવીને થોડી વારમાં જતા રહેત, 

તમારી યાદોની જેમ, આમ લાંબો સમય,

તમે મારી સાથે આમ થોડા રહેવાના હતા ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance