STORYMIRROR

Namrata Amin

Classics

3  

Namrata Amin

Classics

રે જિંદગી

રે જિંદગી

1 min
26.7K


રે જિંદગી, તને શોધવા હું ક્યાં ક્યાં નથી રખડી?

અને ક્યાંક્યાં તું ખોવાઇ ગઈ આપી એક ઝલક?

રે જિંદગી, ક્યાં છુપાઇ છે તું આખરે?

ક્યાં?

ઢળતી સાંજે બારીમાં ઉડતા સીગરેટના ધુમાડામાં

મળી જતા મેડોનાના અવાજમાં?

કે તે જ બારી પાસે અસ્તિત્વનો સંઘર્ષ કરતા,

સભ્યસમાજના લાંછનરુપ માનવતાની ઠેકડી કરતા

ભિખારીના અવાજમાં?

હોસ્પિટલમાંની,

તારા અસ્તિત્વને ટકાવવા

તનતોડ મહેનત કરતી પેલી દવાઓની વાસમાં?

કે પછી કાશ્મિરમાં વર્ષોથી તારું અસ્તિત્વ ઉડાવવા મથતી

બંદુકોમાંના બારુદની વાસમાં?

ગંધાતી સાડી પહેરેલી બા માટે નાના ગોબરા

પણ નિર્દોષ શિશુની આંખમાંથી વહેતી અમીધારામાં?

કે પછી, ક્લબમાં જવા તૈયાર થઈ સ્પ્રેથી મહેકતી

મમ્મીના આયાને અપાતા હુકમો જોતા

નિર્દોષ શિશુની આંખમાં પૂરાયેલી એકલતાની વેદનામાં?

વધારાનું નાણું સંતાડવાની ફિકરમાં,

વધેલી ફાંદ સામે, જોઇ રહેલા, ખોવાયેલા શેઠના વિચારોમાં?

કે પછી

હાથમાં કાળો પડી ગયેલો રુપિયો લઈ,

પેટમાં પડી ગયેલા ખાડા સામે જોઇને કાલની ફિકર કરતા ગરીબના વિચારોમાં?

કહે જિંદગી કહે, ક્યાં જઈને સંતાણી તું?

આખરે ક્યાં સુધી મને હાથતાળી આપીશ તું?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics