અબોલ મારી લાગણી
અબોલ મારી લાગણી
અબોલ મારી લાગણીને તું સમજીલેેે સાનમાં એટલું ચાહું છું,
ધર્યો વિશ્વાસ નખશિખ તારામાં તું સાચવીલે એટલું ચાહું છું.
આશાની અલ્લડ નગરીમાં સ્વપ્નોની લટાર મારું તુજ સંગ,
હકીકતોનાં ઝાંઝવાને હંફાવા તારો સાથ મળે એટલું ચાહું છું.
દુન્યવી રીતભાતથી અગળો એક અલાયદો પથ માણીએ,
થઈ એકમેકમાં ઓતપ્રોત મલકતાં રહીએ એટલું ચાહું છું.
ભાગ્યનાં લેખ સામે બળવો કરી સમય ચોરી લઉં સામટો,
રહીએ નિમગ્ન એકમેકનાં હ્રદયમાં હંમેશ બસ એટલું ચાહું છું.
વિશ્વાસની એરણપર ધરી છે અખૂટ સંયમની સંપદા વ્હાલમ,
અવલંબન એકમેકનું બની થાય વિલય પ્રણયમાં એટલું ચાહું છું.