STORYMIRROR

Pallavi Gohel

Romance

4  

Pallavi Gohel

Romance

તૂટી છું

તૂટી છું

1 min
271

યાદોનાં કોરા કિનારે હું હંમેશ ભીંજાઈ છું,

બાથભીડી એને ન જાણે કેટલીય વાર તૂટી છું.


શબ્દોમાં મારાં તારાં સંવાદોનો પડઘો જ ઝીલ્યો,

આલિંગન આપતાં તારાં અતૂટ મૌનમાં તૂટી છું.


છે રેત કોરી યાદોની તો પગલાંની છાપ કેમ મળે !

વિહ્વળ આ કિનારે ભૂંસાતી હું નખશિખ તૂટી છું.


તારામાં જ છુપાયેલી રહી હરહંમેશ વ્હાલમ,

નામનામાં જોડતી એક એક કડીનાં તારમાં તૂટી છું,


સજાવ્યું જેને મેં આપણું માની ઘર આંગણું સદૈવ,

એની હર ચોખટ પર પટકાતી, પારકી થઈ તૂટી છું.


પ્રેમની ભ્રમણાં જ મોહી ગઈ દિશાઓ જીવનની,

દિશાવિહીન અસ્તિત્વની ખોજમાં નીશ તૂટી છું.


વાયદાઓની ઘટમાળમાં શમણાં પરોવી બેઠી હતી,

ખેંચાયેલાં વિચારોમાં તૂટતાં એક એક મણકે તૂટી છું.


માંગું શું હવે તારી પાસે ! ઉમંગોનો 'ઉત્સવ' ક્યાં ?

અબોલ આ સંબંધની વાચામાં ગુંગળાતી તૂટી છું.


ચાલે છે શ્વાસ તો જીવન ચાલતું જ રાખવાનાં સનમ,

જીવન જીવવાનાં એ આશ દીપને તાકતાં તૂટી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance