STORYMIRROR

Pallavi Gohel

Inspirational Others

4  

Pallavi Gohel

Inspirational Others

વ્હાલાં તું તારી દે

વ્હાલાં તું તારી દે

1 min
305

રહ્યાં, સહ્યાં બધાં ભેદ ઉકેલીને,

દિલનો આ દવ તું બુઝાવી દેને રે,

રખોપા કરીને થાક્યો જીવડો રે,

કર્મોનાં લેખાંજોખાં તોયે કાચાં જ,

હવે, તો હરિ વિસામો તું આપી દે.


માયાનાં કમળપુષ્પે કેદ થઈને રે,

મન ભરાતાં જીવડો મૂંઝાયો રે,

એષ્ણા વિરક્તિનાં ઓથે તો બેઠી !

વિચારોનાં મઝધારે મન મૂંઝાયું,

હવે, તો વ્હાલાં તું તારી દે.


કાયાનું કોડિયું ઠીકરું કે ઠામ રે !

ઘસાયું રેશમપાટે તોયે ખરબચડું રે,

ભીતર ભીતર શ્વાસો રુંધાયા,

મઝધારે આતમ પીંખાતી,

હવે, તો મુક્તિ આપી દે.


સમજણને સમજણ ખૂટી પડી ને,

દંભી વિચારોનો દાવાનળ ભરખ્યો રે,

સ્વને પારખવામાં જ પાંગળા રે,

આત્મબોધની આપીને વર્ષા,

હવે, તો નાથ તું ઠારી દે.


બુઝાતો આ દીવડો ભખભખ કરતો રે,

કાળોમેશ થઈને એ પથરાતો રે,

તોયે કાજળ બની એષ્ણાઓ અંજાતી,

મઝધારે જિંદગીની નાવડી અટવાણી,

મારગ મોક્ષ તણાં તું, બતાવી દે.


'હું' તણો પિંગલ ખૂદ જાત ડસીને,

તડપતો,ફફડતો, નાથે આમતેમ રે,

જોજન દૂર આત્માનુંબોધે જીવન રે,

અંધકારની ઊંડી ખીણમાંથી ઉગારી,

હવે, તું જ્ઞાનોદીપ બની અજવાળી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational