STORYMIRROR

Pallavi Gohel

Classics Inspirational

4  

Pallavi Gohel

Classics Inspirational

મેહ લાગણીનો

મેહ લાગણીનો

1 min
332

અંભોદથી વરસ્યો મેહ લાગણીનો,

ને ધરાએ ધર્યો વેશ રે સોહામણો.


હરિત ઓઢણ ઓઢી આજ હરખાય,

સઘળે પ્રસન્નતાનો ભાવ પથરાયો.


ખેતર, બગીચા ને સીમાડે રંગ લીલો,

હર હૈયે ઉમંગ ઉત્સાહ છે છવાયો.


તપતી આંખોમાં શીતળ દ્રશ્યો સમાયાં,

મલક આખામાં અનેરો આનંદ લહેરાયો.


ધરાનાં નવ રંગ વેશમાં ઘેલાં થતાં જીવો,

શ્વાસોનો ધબકાર બની સર્વે ધબકાણો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics