સહેલી
સહેલી
પ્રેમની મૌન ધારા વહાવતી જોવા મળે છે સ્ત્રી,
સંસારની નાવ હંકારતી જોવા મળે છે સ્ત્રી.
દીકરી, બહેન, વહુ, પત્ની, મા અને ભાભી બની,
દરેક પાત્ર અનુરૂપ ઢળતી જોવા મળે છે સ્ત્રી.
દરેક તેની આશા પર પાણી જ ફેરવે છે,
અપેક્ષા વિના ફરજ નિભાવતી જોવા મળે છે સ્ત્રી.
દૂધમાં સાકરની જેમ ભળી જાય છે તેણી,
સૌના સુખે-દુઃખે જીવતી જોવા મળે છે સ્ત્રી.
ઠાલવ્યા કરે છે સૌ પોતાના દુઃખો-ફરિયાદો,
પોતાની વ્યથા સમેટતી જોવા મળે છે સ્ત્રી.
બધાના સમય સાચવવા હંમેશા વ્યસ્ત રહી,
પોતાના જીવનનું રોકાણ કરતી જોવા મળે છે સ્ત્રી.
નથી દેખાતો ઈશ્વર ધરતી પર એજ કારણે,
ઈશ્વરની ખોટ પૂરતી જોવા મળે છે સ્ત્રી.