STORYMIRROR

rahul shrimali

Classics Romance

3  

rahul shrimali

Classics Romance

રંગાયો...

રંગાયો...

1 min
27.3K


તારા સંગે બસ રમાઈ જવાયું,

તારા સંગે બસ રંગાઈ જવાયું.

નૈંન શોધે છે મારા રંગવા તને,

તારું સામેથી આવી રંગવું મને.

તારા સંગે બસ ભીંજાઈ જવાયું.

તારા સંગે બસ રંગાઈ...

એ તારા ગુલાબી ગાલ ને,

તેજ સમાં તારા ભાલ ને.

તારા સંગે બસ સ્પર્શી જવાયું.

તારા સંગે બસ રંગાઈ...

એકબીજાને રંગ્યા પછી,

ચહેરા જોઈ હસ્યા પછી.

તારા સંગે બસ ચાહી જવાયું.

તારા સંગે બસ રંગાઈ...

આજ અંતરની સીમા તોડી,

તારું નજીક આવવું સૌને છોડી.

તારા સંગે બસ જીવાઈ જવાયું.

તારા સંગે બસ રંગાઈ....


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from rahul shrimali

Similar gujarati poem from Classics