ચાહત
ચાહત
હું તને આજે પણ ચાહું છું.
સળગે છે તારી પ્રીત આજ ભર તડકે,
ફરું છું તારી શોધમાં હું દર સડકે.
હું તને આજે પણ ચાહું છું.
ખ્યાલ છે કે તું મનોમન ચાહે છે મને,
હું શું કહું? મારી પ્રીતની જાણ છે તને.
હું તને આજે પણ ચાહું છું.
આ અજવાળી રાતોમાં મને ચાંદમાં દેખાઈ,
સ્મરણ માટે મીંચી આંખ મેં ક્યાં તું છુપાઈ?
હું તને આજે પણ ચાહું છું.
ભીતર હું જાણું છું ફક્ત આ દિલની વેદના,
સમજાશે નહિ તને મારા પ્રણયની સંવેદના.
હું તને આજે પણ ચાહું છું.
છૂટી છવાઈ યાદોથી મને થોડીક રાહત છે,
માપવામાં નિસફળ રહી તું, મને કેટલી ચાહત છે?
હું તને આજે પણ ચાહું છું.
ત્યજી દીધા મેં કોડ મારા તારી સાથે જીવનના,
નસીબદારને મળ્યા છે સાથ તારા સાજનના.
હું તને આજે પણ ચાહું છું.
સબંધ નથી પૂરો થાતો તારો અને મારો,
ઈચ્છે તું તો દોડી આવજે ખુલ્લો છે કિનારો.
હું તને આજે પણ ચાહું છું.