STORYMIRROR

rahul shrimali

Others

3  

rahul shrimali

Others

ગઝલ - પ્યાલી છે.

ગઝલ - પ્યાલી છે.

1 min
27.6K


મારા હાથમાં છલોછલ પ્યાલી છે,

છે ઘણાય જેના જામ ખાલી છે.

કોઈની શાહુકારી જોઈ ભરમાશો નહિ,

એક હદ પછી તો દરેક મવાલી છે.

ભાગીને છેવટે પાછા ત્યાંજ પહોંચ્યા,

દોડવાથી કોની જિંદગી ચાલી છે?

નીકળી સૌના મુખેથી વાહ વાહ,

મારો ગમ હોય કે ખુશી જાણે કવાલી છે.

વરસાદ મહીં દેખાયું મેઘધનુષ,

આકાશે જાણે લગાવી લાલી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from rahul shrimali