STORYMIRROR

rahul shrimali

Romance

3  

rahul shrimali

Romance

નઝર

નઝર

1 min
26.9K


સ્નેહથી ભારોભાર છલકાય છે નઝર,

હું મનાવું છું તેથી રિસાય છે નઝર.

મળે એંધાણ કે આવશે સાજન આજ,

તો દૂર સુધી રાહમાં મંડાય છે નઝર.

હોય જ્યાં વડીલોની હાજરી ઘરમાં,

તો ઇશારાથી ઘણું કહી જાય છે નઝર.

છુપાવી રાખે કોઈ વાત તું દિલમાં,

આ વાતની ચાડી ખાય છે નઝર.

થોડીવાર હું પલાયન થયો તારી સામેથી,

મારી નઝરને જોવા બેચેન થાય છે નઝર.

ચૌ તરફ ફરીને થાકી ગઈ છેવટે,

પલકોના ઢાળે સૂઈ જાય છે નઝર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance