STORYMIRROR

Harshida Dipak

Others Romance

4  

Harshida Dipak

Others Romance

યજ્ઞદેવની સાક્ષીએ

યજ્ઞદેવની સાક્ષીએ

1 min
27.3K


સાત રંગની ચૂનર ઓઢી માડી ગઈ ફરફરવા,

સાજણ તારા સરવરિયામાં આવી ગઈ હું તરવા.


લાડકળીના ખોળે મા એ દીધાં આશીર્વચનો,

માથે હાથ મૂકીને દાદા દેતા સાથી સજનો,

મીઠી વાણી ભાંડુળાની લઈને હારે ફરતી,

સાજણ તારા...


મોડ અને વરમાળા હારે નવરંગી ઘરચોળું,

યજ્ઞદેવની સાક્ષી સાથે હું પગલાંઓ પાળું,

મીંઢોળવંતી હથેળિયું કાંઈ લાગી છે નિતરવા,

સાજણ તારા...


સાત સુરના શબ્દો મારા જીવનમાં મેં ભરિયા,

તારે આંગણ ફૂલ બનીને હળવું હળવું ફરિયા,

ઉંબરમાંથી કંકુ પગલે માંડી છું પાંગરવા,

સાજણ તારા...


જીવતરના આ આંગણિયામાં ભેળાં બેસી જમીએ,

સખના હો કે દખના દા'ડા પ્રેમેથી ગણગણીએ,

હરિ તમારા બોલ સુણવા કાન કર્યા છે સરવા,

સાજણ તારા...


Rate this content
Log in