ભમ્મરિયો કૂવો '
ભમ્મરિયો કૂવો '
ભમ્મરિયો કૂવો ને અધમણની આંટી
આખીયે ભ્રમણાઓ આટીમાં દાટી
ત્રાજવડે તોલીને માપી રે માપી ,
આંખોની દાબડીમાં રાખીને છાપી ,
ચંદનની લાકડીને ઓરસિયે વાટી..
ભમ્મરિયો કૂવો ને......
નોખી છે ચાલ અને નાચ-ગાન જુદા ,
ફૂલોનું કરમાવું જાણે વસુધા ,
ધૂળ અને મનખમાં સરખી છે માટી....
ભમ્મરિયો કૂવો ને......
વાત બધી ચકરાવે ચડતી આકાશમાં ,
મારવાને મથતી ને ફરતી ચોપાસમાં ,
એક - બે - ત્રણ તોયે કોરી આ પાટી...
ભમ્મરિયો કૂવો ને......