STORYMIRROR

Kailash Vinzuda

Others Romance

4  

Kailash Vinzuda

Others Romance

ભારે કરી !

ભારે કરી !

1 min
18.9K


કાનજી ગોકુળ છોડીને ગયો, ભારે કરી..!

પ્રીત રાધા સાથ તોડીને ગયો, ભારે કરી..!


મેં દહીં, માખણ, ભરીને રાખ્યાં'તા માટલાં,

એ બધાં આ કાન ફોડીને ગયો, ભારે કરી..!


મેં બનાવ્યા કાનજી માટે ઘણાં પકવાનને,

ગોપીયું પાછળ એ દોડીને ગયો, ભારે કરી..!


વાંસળીના સૂર રેલાવ્યાં વૃંદાવનમાં પછી,

મારું એ કાંડું મરોડીને ગયો,ભારે કરી..!


આજ ગોપીયું બધી બેભાન છે વૃંદાવને,

એવું એને શુ સૂંઘાડીને ગયો, ભારે કરી..!


રોજ ગોપી સંગ મીઠાં સૂર રેલાવ્યાં કરે,

લાગણી મારી રંજાડીને ગયો, ભારે કરી... !


પ્રીત જેની હું કદી પામી નથી શકવાની નેં,

ખ્વાબ એના એ દેખાડીને ગયો,ભારે કરી..!


Rate this content
Log in