ગુજરાતી સમો
ગુજરાતી સમો
1 min
251
સાદો સરળ છું ને વળી દેખાવ ગુજરાતી સમો,
હૈયે રહું છું સૌનાં મારો પ્રભાવ ગુજરાતી સમો,
કરજે તું લણણી મારી બેશક હું નહીં કહું નાં તને,
પેલાં મને તારાં હૃદયમાં વાવ ગુજરાતી સમો,
આખું જગત મેં તો ફરી વળ્યું છતાં આવો મને,
બીજે કશે જોવા મળ્યો ના ભાવ ગુજરાતી સમો,
હું પ્રીત કેરું ગીત તારાં હોઠ પર જાઉં રહી,
પેલાં મને થોડોક ગુનગુનાવ ગુજરાતી સમો,
ઝરણું બની હું પણ કરી ખળખળ જેવો અવાજ પણ,
તું એ પહેલાં લે મને રેલાવ ગુજરાતી સમો.
