STORYMIRROR

Kailash Vinzuda

Tragedy Inspirational Others

4  

Kailash Vinzuda

Tragedy Inspirational Others

હોત'તો !

હોત'તો !

1 min
64

જો અયોધ્યા જેમ જંગલમાં દિવાળી હોત'તો !

દુનિયા આખી એક સરખાં શૂરવાળી હોત'તો !


દીપનો વ્યાપાર કરનારો જીવે કાળું જીવન,

જિંદગી એની તમે જો અજવાળી હોત'તો !


તે ફક્ત દીવા જ પેટાવ્યા કર્યા 'કૈલાશ' કિંતુ,

જાત તારી તે મહદઅંશે જો બાળી હોત'તો !


જો ઘસી હોતે સમયની ધાર પર તે જિંદગી,

નૂરથી વધુ જિંદગી તારી રૂપાળી હોત'તો !


રેંકડીમાંથી ખરીદ્યો હોત દીવો તે એનાં,

હાથમાં મીઠાઈવાળી એક થાળી હોત'તો !


ઝંખનાઓ ચાંદ તારાની કદી નાં થાત જો,

રોશની 'કૈલાશ' બંને અંદર કાળી હોત'તો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy