તો તું લખ
તો તું લખ
તું અજંપ પરનું જલન જો જીરવી શકે તો તું લખ
તું લલાટ પર લખેલું ફેરવી શકે તો તું લખ,
કીમિયાગર ફૂલને પથ્થર બનાવી દે પણ તું,
પીંજરામાં મોતને જો ઠેરવી શકે તો તું લખ,
સોય દોરો લઈ તું માળામાં જે મોતી પોરવે,
છે હૃદય તારું તું એમાં પોરવી શકે તો તું લખ,
પાંદડાંઓ ઝાડ પર કોરાઈ જે રીતે તું પણ,
એ જ રીતે જાત તારી કોરવી શકે તો તું લખ,
હોય માઝમ રાત એમાંએ દરિયો તોફાની,
ને છતાં તું નાવ તારી તારવી શકે તો તું લખ.
