Kailash Vinzuda

Others

4.5  

Kailash Vinzuda

Others

પ્રિય

પ્રિય

1 min
100


મારું એકાંત મને એટલું પ્રિય,

માછલીને જળ છે જેટલું પ્રિય.


આંસુઓ, કાજળ, દ્રશ્ય, ચશ્મા,

આ નયનને પણ કેટકેટલું પ્રિય.


છે જગતમાં સહુને આનંદ પ્રિય,

ને મને મારું દુઃખનું પોટલું પ્રિય.


જામ છે જેટલું પીનારને પ્રિય,

મૌન મારાં હોઠને તેટલું પ્રિય.


દાગ પડવા ન દીધાં જીવનભર,

મુજને મારું ચરિત્ર કેટલું પ્રિય.


Rate this content
Log in