STORYMIRROR

Kailash Vinzuda

Tragedy Inspirational

4  

Kailash Vinzuda

Tragedy Inspirational

એટલિસ્ટ

એટલિસ્ટ

1 min
231

સૂકાવા દેવી'તી આંખોની કિનારી એટલિસ્ટ,

ને પછી કરવી'તી પીડાએ સવારી એટલિસ્ટ.


કબૂતરના વેશમાં હોઈ શકે ઘુવડ પણ તેથી,

રાખવી થોડી તમારે હોશિયારી એટલિસ્ટ.


શ્વાસ ફાટેલાં વસ્ત્રો કરતાંય વધુ ખરાબ થઈ ગ્યાં,

આપવી નો'તી પીડાઓ એકધારી એટલિસ્ટ,


મોરપીંછ પણ હવે તેનાથી ઉંચકાતુ નથી ઈશ,

જીંદગી કરવી નહોતી ખૂબ ભારી એટલિસ્ટ,


દ્વાર ના મૂકો તો મૂકો એક બારી એટલિસ્ટ,

જેથી હદયમાંથી ઉડે બેકરારી એટલિસ્ટ.


ઘરના બારી બારણાં મોઢું ચડાવીને બેઠાં છે,

કો હવે નભને ના મારે પિચકારી એટલિસ્ટ.


ભાગ્ય તારું જાગી ઉઠશે, સૂર્યને જગાડતો થા,

બસ તું ઉઠવામા ન કરજે બેદરકારી એટલિસ્ટ.


તું તણખલું તો નથી કે એક ઝટકે ઉડી જાય,

રાખ આંધી સામે લડવાની ખુમારી એટલિસ્ટ.


આભમાં મારી પહેલાં જે ગયા તેને કહેજો,

કંટકોની પાથરે ના ત્યાં પથારી એટલિસ્ટ.


મેં હદય નીચોવી શબ્દ કાઢ્યાં, સમજ્યા વિના,

પાડશો ના સાવ ખોટી ચિચિયારી એટલિસ્ટ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy