Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Kailash Vinzuda

Tragedy Inspirational Thriller

4  

Kailash Vinzuda

Tragedy Inspirational Thriller

એટલે શું ?

એટલે શું ?

1 min
23.6K


વારંવાર શ્વાસમાં થીગડું મારીને સીવવું એટલે શું,

કોઈ પૂછો મને તૂટેલાં દિલ સાથે જીવવું એટલે શું ?


ફૂલો ગુમાન નાં કરો તમે બીજાનાં મોહતાજ છો,

પૂછો બાવળને ગમે ત્યાં ઊગી નીકળવું એટલે શું ?


તેણે મઝધારમાં જઈને પણ છબછબિયાં જ કર્યા,

હું ખાબોચિયાં માંઈ તર્યો, મને પૂછ તરવું એટલે શું ?


દોસ્ત ! મેં કબરમાં જઈને પણ પડખું ફેરવ્યું હતું,

આવ સમજાવું મોતનાં મોમાંથી ઊગરવું એટલે શું ?


એકવાર તું પ્રણયમાં જતો આવ ખબર પડી જશે,

આગ વગર દિવસ રાત સતત સળગવું એટલે શું ?


Rate this content
Log in

More gujarati poem from Kailash Vinzuda

Similar gujarati poem from Tragedy