આખી
આખી
ચહેરા પરથી લીધી છીનવી તે તાજગી આખી,
મને દુઃખ આપ્યું છે જિંદગીએ જિંદગી આખી,
ક્યાં હવે કોઈ ઈચ્છા રહી છે કશું પામવાની મને,
ઉપચાર ના કરો ને સોંપી દો મને માંદગી આખી,
જીવન મારે વિતાવવાનું છે ફક્ત અંધકારમાં,
જેટલી છે મારી પાસે લઈ લો એ રોશની આખી,
માનો નાં માનો ભીતર મારું કબ્રસ્તાન થઈ ગયું,
સમય હંમેશા લઈ જાય છે મારી ખુશી આખી,
હૈયું બળીને રાખ થઈ ગયું છે લઈ જા એ રાખ,
હું છોડીને ચાલ્યો ખુશી તાજગી જિંદગી આખી.