થોભી જા પળવારે....
થોભી જા પળવારે....
હરફર થાતી હાલી કાં તું કેવડિયાની ધારે ....
લટકાં- મટકાં કરતી તારી નજર નિરખતી બારે ....
એલી થોભી જા પળવારે .....
અળિયો - દળિયો, ફરે ફુદરડી, ધીંગા મસ્તી, છબા ઉછાળી પાંચીકાની રમત નિરાંતે રમતાં
કુંડાળામાં છીપલું નાખી આંખે પાટા બાંધી ગોતી, સાત તાળીઓ પાડી, દોડી પકડા પકડી રમતાં
મૂંગે મૂંગી બોલી તારી ભેદ ખોલતી ભારે .....
એલી થોભી જા પળવારે .....
ઘર આંગણમાં હરતી - ફરતી, છમમક તારી ઘૂઘરિયુંની ઝીણી ઝીણી બોલી જાણે ઘમ્મર ઘમ્મર થાતી
પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી
લટકા - મટકા કરતી ઢેલડ પ્રીત પિયુ સથવારે ....
એલી થોભી જા પળવારે ....