દરિયાને જોઈ
દરિયાને જોઈ
દરિયાને જોઈ હું દરિયો થઈ જાઉં પછી,
દરિયો દેખાય તારી આંખમાં !
તારલાંની સંગ હું ગગન થઈ જાઉં પછી,
આખું આકાશ તારી પાંખમાં !
તમે તે એવાં સખી પ્રીતમાં ભીંજાયા,
કે ગાગર છલકાઈ તારી કાંખમાં !
એકલતાં એવી છે વસમી શરમાવના,
પ્રેમથી પધારો સમાવ મારી બાથમાં !
એવો પછી પીગળું હું હેતમાં તમારાં,
કે આયખું આખુંયે તારી સાંખમાં !
દરિયાને જોઈ હું દરિયો થઈ જાઉં પછી.