Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Romance

1.9  

Shaurya Parmar

Romance

અમસ્તાં ક્યાંક મળીએ

અમસ્તાં ક્યાંક મળીએ

1 min
14.4K


અમસ્તાં ક્યાંક મળીએ 
આ રૂડા જીવનમાં આમ એકલા કાં સડીએ 
અમસ્તાં ક્યાંક મળીએ

સમયનો ચાકડો આમ ગોળ ગોળ ફરતો રહેશે 
હોઈશું સાથે આપણે ગોળ ગોળ કરતો રહેશે 
ચપટી માટી લઈ મમતાનું માટલું ઘળીએ...
અમસ્તાં ક્યાંક મળીએ


ભવમાં મુશ્કેલીઓ આવશે હિમાલય જેવી મોટી 
ઝઘડા કરવાની આ આદત તારી કે મારી ખોટી 
એકમેકનો હાથ ઝાલીને ચાલ હિમાલય ચઢીએ... અમસ્તાં ક્યાંક મળીએ

વિરોધીઓ હતા ઘણા આપણા અને ઘણા રહેશે 
હાથમાં જોશે હાથ તો આખું મલક માપમાં રહેશે 
આવ હવે ભેગા થઈને નડનારાઓને નડીએ...
અમસ્તાં ક્યાંક મળીએ


વાંક તારો કે મારો પણ આપણે ખોવાઈ ગયા 
સાથે રહેવાના જીવવાના સપના ધોવાઈ ગયા 
ચાલ બધું ભૂલી જઈને એકબીજાને જડીએ...
અમસ્તાં ક્યાંક મળીએ


પળમાં થશે પ્રલય કોણ રહ્યું અને કોણ રહી જશે 
ના થયા જો ભેળા તો આ ભવ આમજ વહી જશે 
આવ અજાણ્યા થઈ આપણે ફરી પ્રેમમાં પડીએ... અમસ્તાં ક્યાંક મળીએ

અમસ્તાં ક્યાંક મળીએ 
આ રૂડા જીવનમાં આમ એકલા કાં સડીએ 
અમસ્તાં ક્યાંક મળીએ


Rate this content
Log in