પ્રેમ એટલે
પ્રેમ એટલે
તું સમજદાર થવા ન સમજાવ મને,
કે પ્રેમ અને યાદોની ગણતરી કરું,
તારા સિવાય ક્યાં કઈ સૂઝે છે મને,
તું સુંદરતાની વાત ન સમજાવ મને,
કે થોડી વ્યવહારિક બનું,
તારા રંગ સિવાય ક્યાં કોઈ રંગ ચડશે મને,
તું દૂર જઈ સાથે હોવાનું ન સમજાવ મને,
રહે ને ! નદીના કિનારાની જેમ,
તારા સિવાય ક્યાં કંઈ ગમશે મને,
તું કવિતાનો વિષય ન બદલાવ " સરગમ "ને,
મારે તો પ્રેમ એટલે,
હું, તું ને તારી વાતો, તારી યાદો.

