પ્રોમિસ
પ્રોમિસ
તારા સ્મરણથી જ સભર છે મનનો ખૂણો
જો તું રૂઠે તો ખાલી ખાલી એ ખૂણો,
ક્ષિતિજના મૃગજળ જેવા આ પૃથ્વીનો રંગમંચ,
છતાં,
એ સૂર્યની માફક ઊગવું, આથમવું,
ધરા સાથે મળવું,
એ જાણે આપણી મુલાકાત
હવે પછી હોઈશું ના સાથે આપણે,
પણ દિવસે દેખાતા ઝાંખા ચંદ્રની માફક
કાયમ રહેશે યાદ એકમેકની.

