STORYMIRROR

Katariya Priyanka

Crime

4  

Katariya Priyanka

Crime

કરિયાવર

કરિયાવર

1 min
379

ઘરગામની થોડી ડોશીઓ,

થઇ'તી ભેગી આજ,

જોવાને મોટાઘરની નવી વહુ,

શું - શું લાવી છે ઘરને કાજ.

 

માંહે માંહે વાતો એ કરતી,

"એકની એક દિકરી છે તો,

ઘણું દીધું હશે વેવાઈએ"

રસોડામાં ઊભી, વહુ વિચારતી,

હા ! પપ્પાએ એકની એક દિકરી દીધી છે ને !"


ત્યાં તો મમ્મીજી ને કાકીજી લાવ્યા,

કરિયાવરની યાદી ને ઘરેણાંનાં ડબ્બા,

જોતાજોતા સૌ કાઢે જોખવા એને,

પોતપોતાનાં મનનાં ત્રાજવાં.


યાદીમાં લખ્યું છે પહેલા,

કાંઈ ખૂટતું હોય તો જણાવજો વ્હેલા,

દિધી છે ગ્લાસ, થાળીને વાડકી,

લખવાનું ભૂલાયુ, સાથે દિધી છે મારી લાડકી.


ગેસ, ગીઝર ને વળી રસોડાનો સેટ,

વિચારીને એમ કે દિકરી કરશે લહેર,

આપ્યું છે ફર્નિચર સઘળું,

વિચારતાં એમ દિકરીએ પડે ન સંભાળવું.


ઘરેણાંઓ એક પછી એક જોતી,

બેઠી'તી તેઓ ખામીઓ શોધતી,

સંભાળતાં એમની વાતો, વહુને કાંઈનાં સૂઝે,

પિતાની યાદમાં, છાનાં ખૂણે આંખો લૂંછે.


બધું જોયા બાદ સાસુમાં બોલ્યા,

ભલેને એના પિતાએ વસ્તુ સઘળી દિધી,

વાપરશે તો એમની જ દિકરી.


વાપરી નાખી'તી જેમાં પિતાએ જીવતરની મૂડી,

સંભાળતાં, જોતા આ તમાશો ઘડીનો,

વહુને થયું હું તો રહી ગઈ બહાર યાદીની.


Rate this content
Log in

Similar gujarati poem from Crime