Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Action Crime Thriller

4.5  

અનિરૂધસિંહજી ઝાલા

Action Crime Thriller

ધર્મ ધીંગાણે

ધર્મ ધીંગાણે

1 min
402


સાવજ પણ ફરકે નહીં પાસે એવો એનો રુવાબ 

મૂછે દેતો તાવ એ વીરનાં વટ વચનનો છે,

હાકળ દેતાં હજારો ભાગે, મલક્તાં એ સુખ થાય

શૂરવીર રાજપૂત આ જોઈને જનનીને હરખ થાય


બૂંગિયો ઢોલ વાગે ને સાવજ વીરો જાગે 

એની જનની ખમ્મા કરતી ને મા ભવાની ભેળી રહેતી..... ધ્રુવ પંક્તિ 


એ વટ વચનને વેરની ખાતર,રણમેદાને લડતો,

વીર ડગ નાં પાછાં ભરતો


દુશમન ડરીને ભાગે એવી દહાડ આ સાવજ કરતો...

એની જનની ખમ્મા કરતી મા ભવાની ભેળી રહેતી,


એ..ગાયોની કાજે ધર્મ ધીંગાણે,... ઘોડલે ચડી લડતો 

વીર મા ભોમની રક્ષા કરતો,


બલિદાનનો ભાવ જાગે,.. જોઈ દુશમન બધાં ભાગે

એની જનની...


સાહસ આ શૂરવીર કેરા,. ચારણ દોહા રચતો 

 વીર શિશ લીલુડાં ઘરતો,


 હે. નભ મંડળ આખું ગાજે, યુદ્ધ જુવે દેવતાઓ આજે 

એની જનની ખમ્મા કરતી..મા ભવાની...


હે ધડ ધીંગાણે માથાં મેદાને, તોય મુખે હાકોટા કરતો 

વીર માથાં વાઢયાં કરતો,


હે.. કુળદેવી એની જાગે, શમશેર એની લોહી ચાખે 

એની જનની ખમ્મા કરતી..


હે ભલે પાળિયો બની પૂજાતો, તોય ભક્તોની રક્ષા કરતો 

વીર પ્રગટ પરચા પૂરતો,


હે... ધન ધરા ને ધન આ વીરો.. ધન છે એની માત 

એની જનની ખમ્મા કરતી મા ભવાની ભેળી... 


 હે ભલે પાળિયો બની પૂજાતો, તોય ભક્તોની રક્ષા કરતો 

વીર પ્રગટ પરચા પૂરતો 


બૂંગિયો ઢોલ વાગે ને સાવજ વીરો જાગે 

એની જનની ખમ્મા કરતી ને મા ભવાની ભેળી રહેતી.....


Rate this content
Log in

Similar gujarati poem from Action