STORYMIRROR

Bhaliya Ghanshayam

Action Inspirational

4  

Bhaliya Ghanshayam

Action Inspirational

'# ફ્રિ ઈન્ડિયા'

'# ફ્રિ ઈન્ડિયા'

1 min
222

આપણા હૃદયમાં હિંદુસ્તાન મહેકે,

કણ કણ માટીમાં સન્માન મહેકે,

થઈ જાઉં સાવધ અડીખમ ઊભો,

જ્યારે જીભ પર રાષ્ટ્રગાન મહેકે.


સરદાર, આઝાદ, ભગતસિંહ,બોઝ,

સિંહણોના બાળની હજી ત્રાડ મહેકે,

ગાંધીથી મહાત્મા સુધીની સફરમાં,

સત્ય અહિંસાની આનબાન મહેકે.


પહાડો, નદીઓ, રણ, મેદાન, દરીયો,

ત્રિરંગાને સંસ્કૃતિની શાન મહેકે,

'ઘનશ્યામ' યુગોથી ઈતિહાસ બોલે,

સાચો હોય જે એ ભારતીય મહેકે.


Rate this content
Log in

Similar gujarati poem from Action