STORYMIRROR

Mulraj Kapoor

Action Inspirational

4  

Mulraj Kapoor

Action Inspirational

વહેણ

વહેણ

1 min
341

અડીખમ થઈને ઉભેલા,

કોઈનાથી જરા ન દબેલા,

પહાડો એવા મળશે વિંધેલા,

જેણે કોઈના માર્ગ છે રૂંધેલા.


વહેણ કોઈ રોકાય નહીં,

તો એની ગતી રૂંધાય નહીં 

વહેણ ભલેને હવાનું હોય,

કે ધસમસતા પાણીનું હોય.


પ્રયાસ એ લગાતાર કરશે,

સખત પહાડોને કોરી ખાશે,

પોતાનો રસ્તો ખુબ બનાવશે,

છેવટે પથ્થરોને હારવું પડશે.


કોઈ ને ખોટી રીતે દબાવવું,

કે કોઈને કમજોર સમજવું,

નથી કામએ સમજદારીનું,

નહીં તો પડશે ભોગવવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Action