STORYMIRROR

Anil Dave

Action Others

4  

Anil Dave

Action Others

કહેવત જુની છે

કહેવત જુની છે

1 min
318

આશા અમર છે તે કહેવત જૂની છે,

આશામાં જીવનારો માણસ ધૂની છે,


વિરહની વેદનામાં હૃદય ગુમસુમ છે,

હૃદયના મધુબનની ગલીઓ સૂની છે,


સ્ત્રીનું સૌંદર્ય સાદગીમાં પણ દીપે છે,

તેમાંયે શોભા નાક, નમણ ને ચૂની છે,


તેમની નૈનોના ઈશારા ઘણું કહી ગયા,

ઘાયલ કરી ગયા તે નયનો જ ખૂની છે,


જીવન નૈયા રેગિસ્તાનમાં થંભી તો છો

થંભી, પણ દોસ્ત વાત ! ઊની લૂ'ની છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action