હિંમત જરુરી છે
હિંમત જરુરી છે
અભિનયની અદાકારી લાખ જાણતા હો પણ,
કડવી વાસ્તવિક્તા સહન કરવાની હિંમત જરૂરી છે.
મોજ મસ્તી ને ઐયાશી કરી તેને જીવન ન કહેવાય,
સમાજમાં રહીને નેક કામ કરવાની હરકત જરૂરી છે.
સમયાંતરે જમાનો મિજાજ બદલતો જાય છે,
જમાનાના મિજાજને પારખવાની ઔકાત જરૂરી છે.
કેટલા પતંગ કાપ્યા ને કપાયા તે મહત્વનું નથી,
મિત્રો સાથે હાસ્ય ગુલાલ ઉડાડવાની ગમ્મત જરૂરી છે.
દુનિયાના રંગમંચ પર કિસ્મતની કરામત અજબ છે,
કિસ્મતના ઈશારે નાચવાની આવડત જરૂરી છે.
