ચહેરે - મહોરેથી
ચહેરે - મહોરેથી
અહીં ક્યાં કોઈ ઓળખાય છે ચહેરે - મહોરેથી,
અહીં સૌ કોઈ ઓળખાય અંતરના ઝરુખેથી.
અહીં કોણ, કોઈના દિલના ભાવો સમજે છે ?
અહીં સૌ કોઈને ઝરે છે મદનો નશો આંખેથી.
અહીં સૌ કોઈ ખેલ ખેલે છે ગજબના દાવપેચ,
સાહિત્ય-જગત ખેલ ખેલે છે ભાષાના ડખેથી.
અહીં સૌ કોઈ પોતાનો કક્કો ખરો કહેશે સદા,
સૌ એક-બીજાની ખોડ-ખાંપણ ખોતરશે નખેથી.
અહીં નવોદિતો ક્યાં જાણે છે ભાષાનાં જ્ઞાન ?
"અનુ"ઓ મનમાં બળી મરે આગના તણખેથી.