વીતેલ વર્ષ
વીતેલ વર્ષ
બે હજાર વીસ આ વર્ષ જે છે વીતેલ,
અનેક પ્રકારની ખુશીઓ અને દર્દ છે દીધેલ,
લિસ્ટ બહુ નાનું છે કંઇક મેળવ્યાનું,
દુઃખ બહુ જ છે ગંભીર ઘણું ગુમાવ્યાનું,
થતા પોતાનાથી જુદા ને રડતાં લોકો જોયા છે,
આ વર્ષમાં હજારો પરિવારોએ પોતાના ખોયા છે,
કુદરત આગળ માણસ સાબિત થયો છે વામણો,
અને તોય એ સદાય વર્ષભર રહ્યો છે અળખામણો,
ઘરથી દૂર લોકો ઘર જવાં રસ્તા પર રઝળ્યા છે,
અને કોઈને રસ્તે ભગવાન માણસ સ્વરૂપે મળ્યાં છે,
વંચિત્ત રહ્યા ઘણાં ખોરાક અને પાણીથી,
ને દર્દ કર્યા છે બયાન એમણે આંસુઓની વાણીથી,
રક્તરંજીત વિનાનો એક નર સંહાર છે દીઠેલ,
બે હજાર વીસ આ વર્ષ જે છે વીતેલ.
