STORYMIRROR

Prakashkumar Solanki

Others

3  

Prakashkumar Solanki

Others

તો વ્યર્થ છે જીવન

તો વ્યર્થ છે જીવન

1 min
255

વ્યર્થ છે જીવન,

જો વરસાદે ભીંજાણા નથી,

ને પછી ધાબે જઈ સૂકાણા નથી,


જો ક્યારેય કોઈ ઝાડે ચડ્યા નથી,

ને સાઈકલ ચલાવતા પડ્યા નથી,


જો આળોટયા ન હોય ક્યારેય માટીમાં,

ને ચૂપચાપ જ ઊભાં હોય શેરીની બઘડાટીમાં,


જો ન બેઠા હો દોસ્તની પાછળ સવારીએ,

ને શાંતિથી ઊભાં રહ્યાં હો ઘરની બારીએ,


જો સ્વાદ ન ચાખ્યો હોય પીપળાનાં પાન ચાવવાનો,

ને ભીની માટીમાંથી રમકડાં બનાવવાનો,


જો જોયા ન હોય ખુલા આભે ખરતા તારા,

ને કહેવાને પણ ન હોય બે ત્રણ ખાસ દોસ્ત મારા,


જો તોડ્યા ન હોય સીધા બોરડીથી બોર,

ને લૂંટી ન હોય ઉત્તરાયણ પર કોઈ દોર,


જો છાપા-મેગેઝીનમાંથી ફોટા કાપ્યા ન હોય,

ને ખૂદને મમ્મી-પપ્પા સાથે ઊંચાઈએ માપ્યા ન હોય,


વ્યર્થ છે જીવન,

જો પેટ દુઃખે ત્યાં સુધી હસ્યાં ન હોય,

ને કોઈને ખોળે માથું રાખી રડયા ન હોય.


Rate this content
Log in