એનું એ જ
એનું એ જ
સુરજ એનો એ જ ઉગશે,
ને એ જ ચાંદ હશે આભમાં,
સુગંધ એ જ હશે પુષ્પોની પાંખમાં,
પણ શું ફેર હશે લોકોના સ્વભાવમાં ?
માત્ર તારીખનાં બસ આંકડાઓ બદલશે,
દિવસ વાર મહિના તો એનાં એ જ મળશે,
બદલતી તારીખોથી કોઈ ફેર નહીં પડશે,
જયાં સુધી માણસ માણસને નડશે,
ઉજવવું હોય તો સ્નેહ હર્ષ ઉજવીએ,
ખુદ ને બદલીએ પછી નવું વર્ષ ઉજવીએ,
સન્માન આપીએ નારીને, વડીલોને નમન કરીએ,
રાગ, દ્વેષ, ઈર્ષ્યાનું આપણી વચ્ચેથી શમન કરીએ,
જૂઠ, દુષ્કર્મ, પાપનું દમન કરીએ,
નવ નીતિઓ થકી નવ ભારતનું સર્જન કરીએ,
ખુદને ખુદની જાત સાથે અવગત કરીએ,
ચાલો નવ વર્ષ સુરજનું સ્વાગત કરીએ.
